iKhedut Portal – ગુજરાતના ખેડૂતો માટે ઓનલાઈન સહાય યોજનાઓનો એક સ્ટોપ સોલ્યુશન
ગુજરાતના ખેડૂત મિત્રો માટે રાજ્ય સરકારે iKhedut Portal દ્વારા એક એવો પાટો તૈયાર કર્યો છે કે જેમાં ખેતી, પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગ જેવી અનેક યોજનાઓ માટે ઘેર બેઠાં ઓનલાઈન અરજી કરી શકાય છે.
KrushiBazaar.com દ્વારા અમે agricultual updates અને સરળ ભાષામાં માર્ગદર્શન આપીએ છીએ જેથી તમે સંપૂર્ણ રીતે માહિતી મેળવી શકો અને અરજી સફળતા પૂર્વક કરી શકો.
iKhedut Portal શું છે?
પોર્ટલનું નામ | iKhedut Portal |
શરુઆત | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થી | ખેડૂત, પશુપાલક, બાગાયતકાર |
ઉદ્દેશ્ય | ઘેર બેઠાં સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી |
સત્તાવાર સાઇટ | ikhedut.gujarat.gov.in |
અરજી માટે જરૂરી દસ્તાવેજો:
- જમીનનો 7/12 ઉતારો
- આધાર કાર્ડની નકલ
- રેશનકાર્ડ
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર (SC/ST)
- મંડળીના સભ્યપદ સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય)
iKhedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રીત:
- iKhedut Portal ખોલો
- “યોજનાઓ” પર ક્લિક કરો
- તમારી યોજના પસંદ કરો
- નવી અરજી માટે “હા” પસંદ કરો
- આજની વિગતો ભરો (નામ, સરનામું, જમીન, બેંક વિગત)
- કૅપ્ચા દાખલ કરો અને “સેવ કરો” પર ક્લિક કરો
- આરજીઓની પ્રિંટ કાઢી જરૂરી કચેરીમાં જમા કરો
અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?
- iKhedut Portal ખોલો
- “અરજીનું સ્ટેટસ” વિકલ્પ પર ક્લિક કરો
- મોબાઈલ નંબર અને અરજી નંબર દાખલ કરો
- “View Status” પર ક્લિક કરો
KrushiBazaar.com – તમારું ખેતી સંબંધિત સમ્પૂર્ણ મંચ
ખેડૂત મિત્રો માટે ખાસ રચાયેલ KrushiBazaar.com પર તમને મળશે ખેતીવાડી સાધનો ખરીદવા-વેચવાના Classifieds, પશુપાલન સંબંધિત લેખો, સહાય યોજનાઓ વિશેના અપડેટ્સ અને ઘણું બધું. અમારી સાથે જોડાયેલા રહો અને કૃષિ ક્ષેત્રમાં અગ્રેસર રહો.
📌 Bookmark કરો: www.krushibazaar.com
Comments
એક જ એકાઉન્ટમાંથી બીજો ખાતા નંબર કઈ રીતના ઉમેરવો તેના વિશે થોડી માહિતી જણાવશો.
શ્રીમાન.યોગેશભાઈ હડિયા
ikhedut portal માં રજીસ્ટ્રેશન કરતા સમયે જમીનનું એક જ ખાતું ઉમેરી શકાય છે. પુરા ગુજરાતમાં કોઈ પણ જીલ્લામાં અલગ અલગ જમીન ખાતા હોય પરંતુ રજીસ્ટ્રેશનમાં કોઈ એક જ ખાતું ઉમેરી શકાય. તેમાં બદલે તમે જો સંયુક્ત જમીન ખાતું હોય તો કોઈ બીજા ખાતામાં અન્ય વ્યક્તિના નામનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આવી રીતે બંને જમીન ખાતામાંથી યોજનાકીય અરજી કરી શકશો.